- વે’રણ’ છે’રણ’ આ રણ છે!
- મીઠાના રણમાં છે વરસાદી પાણી
- પાણીમાં ગઇ અગરિયાઓની મહેનત
- વેરાન રણ પાણીથી ચિકકાર
- 3000 અગરિયા પરીવારો બેહાલ
- મીઠાના ઉત્પાદન પર મોટી અસર
- દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં
- મીઠાની ખેતી માટે વરસાદી પાણી બન્યા વિલન
રસહીન બની રહી છે સબરસ પકવતા અગરિયાઓની જીદંગી. વેરાન રણમાં મહિનાઓ સુધી રહીને લોકોની થાળીમાં સ્વાદ ભરતા અગરિયાઓની જીંદગી એકદમ બે સ્વાદ બની છે. તે વળી ઓછું હોય તેમ આ વખતે મેઘરાજાએ વરસાદી પાણીની મહેરબાની ઓછી અને પીડા વધારી છે. વરસાદી પાણી રણમાં 20 કિમી સુધી ફરી વળતા વેરાન રણ ચિક્કાર પાણીથી જળબંબાકાર છે. જેને લીધે અગરીયાઓની રાત-દિવસની મહેનત પર પાણી ફરી વળતા અગરિયાઓ પાયમાલ બન્યાં છે.
વેરાનમાં રણમાં સફેદ મીઠું પકવવા અગરિયા દિવસ રાત કાળી મજૂરી કરે છે. લોકોની થાળીમાં સ્વાદ પીરસતા અગરિયાઓની જીંદગી બે સ્વાદ બની ગઇ છે. કારણ કે સુરેન્દ્રનગરના પાટડીના રણમાં આ વખતે વરસાદી પાણી ભરાયા છે. અહીના 100થી વધુ પાટામાં વરસાદી પાણીને લીધે મીઠુ પકવતા ગરીબ અને પછાત અગરિયાઓની હાલત અત્યંત દયનિય બની છે. જોગડ રણમાં વરસાદને લીધે અગરિયાઓની પરિસ્થિતિ પડ્યા પર પાટું મારવાના ઘા જેવી કફોડી થઇ છે. વેરાન રણમાં ચિકકાર પાણીથી આકરૂ કામ કરનાર અગરિયાની મહેનત પાણીમાં ગઇ છે. જેને લઇને 3000 કરતાં વધારે અગરિયા પરિવારો બેહાલ બન્યા છે.
ગુજરાત પર આ વખતે મેઘરાજા વધુ મહેરબાન થઇ ગયા. નદી નાળા અને ડેમ તો છલકાયા પણ પાછોતરા ખેચાયેલા વરસાદને કારણે ખેતિની સાથે સાથે મીઠાના ઉત્પાદન પર પણ મોટી અસર પડી છે. દુનિયાભરમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાત મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ એક બાદ એક આવેલા વાવાઝોડાએ રાજયમાં વરસાદની સિઝનને તેના નિયમિત સમય કરતાં એબથી બે મહિના વધુ સમય સુધી ખેચી. જેના કારણે મીઠાના ઉત્પાદની સિઝન લગભગ ત્રણ મહિના પાછળ ધકેલાઇ ગઇ છે. દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ગુજરાત કરે છે. પણ આ વખતે લાંબા ચોમાસાને કારણે આ ઉત્પાદનમાં ત્રીસથી પાંત્રીસ ટકાનો ઘટાડો જોવા મળશે. ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસિએશનના અંદાજ મુજબ ભારતમાં ગત વર્ષે ૨૩૩ લાખ ટન મીઠાના ઉત્પાદનની સરખામણીમાં આ વખતે મીઠાનું ઉત્પાદન ઘટીને ૧પ૦થી ૧૬૦ ટન જેટલું જ થશે.
ગત વર્ષે ૨૦૧૮-૧૯ દરમિયાન ભારતમાં ઉત્પાદિત થયેલા કુલ ૨૮૯ લાખ ટન મીઠાની સામે ૮૧ ટકા મીઠું એકલા ગુજરાતમાં ઉત્પાદિત થયુ હતું…રાજયમાં મીઠા ઉત્પાદનની સિઝન સપ્ટેમ્બરથી જૂન સુધી રહે છે. જે હાલ સાડા ત્રણ મહિના જેટલી મોડી શરૂ થઇ છે. તેમજ મીઠાનું ઉત્પાદન કરતાં અગરિયાઓને હજુ બીજો દોઢ મહિનો પ્રાથમિક તૈયારીઓ કરતા જશે. તેનો સીધો અર્થ છે કે આ વખતે મીઠાના ઉત્પાદન માટે અગરિયાઓને માત્ર પાંચ મહિના મળશે. આ સ્થિતી જોતાં મીઠાનો નવો પાક ડિસેમ્બર સુધીમાં આવશે. ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન કરતાં કચ્છ, જામનગર, ભાવનગર, અમરેલી, તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારની દરિયાઇ પટ્ટીમાં સૌથી વધુ વરસાદની અસર જોવા મળી છે. જેને લીધે રણમાં પુર જેવી સ્થિતી છે. દર વખતે આ સિઝનમાં અગરિયાઓ મીઠાની ખેતિ કરવા રણમાં જાય છે. પણ આ વખતે વરસાદી પાણીને લીધે તેમને પરત ફરવું પડયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.