corona deaths/ ‘કોરોના મૃત્યુ અંગે WHOના આંકડા પર વિશ્વાસ નથી, અમે તેની વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો છે’ : મનસુખ માંડવિયા

છેલ્લા ત્રણ દિવસથી દેશમાં રોગચાળાને લઈને ગુજરાતના કેવડિયામાં આરોગ્ય ચિંતન શિબિર ચાલી રહી હતી. શનિવાર આ ચિંતન શિબિરનો છેલ્લો દિવસ હતો. ચિંતન શિબિરના સમાપન પર, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું

Top Stories India
Mansukh-Mandaviya

છેલ્લા ત્રણ દિવસથી દેશમાં રોગચાળાને લઈને ગુજરાતના કેવડિયામાં આરોગ્ય ચિંતન શિબિર ચાલી રહી હતી. શનિવાર આ ચિંતન શિબિરનો છેલ્લો દિવસ હતો. ચિંતન શિબિરના સમાપન પર, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “3-દિવસીય આરોગ્ય ચિંતન શિબિર દરમિયાન, અમે એક ઠરાવ પસાર કર્યો હતો કે અમે કોવિડ મૃત્યુ અંગે WHOના અનુમાનને માનતા નથી. અમે 1969 થી કાયદેસર રીતે જન્મ નોંધણી કરી રહ્યા છીએ.

સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું, “છેલ્લા 2 વર્ષોમાં, અમે કોવિડ રોગચાળામાંથી ઘણા પાઠ શીખ્યા છે. આ આરોગ્ય ચિંતન શિબિરમાં અમે વિચાર્યું કે ભવિષ્યમાં આવો રોગચાળો આવશે તો તેનો સામનો કેવી રીતે કરવો? તેના માટે રાજ્યોમાં લાંબા ગાળાની હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ અને આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આપણે સ્વાસ્થ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવી જોઈએ.

કેન્દ્ર સરકારે WHOના રિપોર્ટને ફગાવી દીધો
આ પહેલા શુક્રવારના રોજ, ભારત સરકારે કોરોનાથી ભારતમાં થયેલા મૃત્યુ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો હતો. WHOએ પોતાના રિપોર્ટમાં ભારતમાં કોવિડ-19 મહામારીને કારણે લગભગ 47 લાખ લોકોના મોતનો અંદાજ લગાવ્યો હતો. WHO દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે લગભગ 47 લાખ લોકોના મોત થયા છે, જે સત્તાવાર રીતે આપવામાં આવેલા આંકડા કરતા લગભગ 10 ગણા વધારે છે.

જેના કારણે WHOના આંકડા પર સવાલો ઉઠી રહ્યા છે.
દેશના ટોચના આરોગ્ય નિષ્ણાતોએ ભારતમાં કોરોના અથવા તેની અસરોને કારણે 47 લાખ લોકોના મૃત્યુના અંદાજ માટે WHO દ્વારા ઉપયોગમાં લેવાતી ‘મોડેલિંગ’ પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે. આ સાથે, તેમણે કહ્યું કે તેઓ આ સંદર્ભમાં વૈશ્વિક આરોગ્ય સંસ્થા દ્વારા અપનાવવામાં આવેલા અભિગમથી નિરાશ છે, જે ‘બધા માટે એક નીતિ’ અપનાવવા સમાન છે.

આ પણ વાંચો:ગેસના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થશે તો PMને ખબર છે કે જનતા તેમને જ વોટ આપશે: ઓવૈસીનો ટોણો