Delhi News : સુપ્રીમ કોર્ટમાં આજે પશ્ચિમ બંગાળ સરકારીની એ અરજી પર સુનાવણી થઈ રહી હતી જેમાં આરોપ લગાવાયો છે કે સીબીઆઈ વગર સામાન્ય સહમતિ વગર જ રાજ્યમાં મામલાની તપાસ કરી રહી છે. જસ્ટીસ બી આર ગવઈ અને જસ્ટીસ સંદિપ મહેતાની પીઠ આ મામલાની સુનાવણી કરી રહી હતી. સીબીઆઈ તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતા તો પશ્ચિમ બંગાળ રાજ્ય તરફથી સ્થાયી વકીલ આસ્થા શર્મા કોર્ટમાં બાજર હતી.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પણ પશ્ચિમ બંગાળ તરફથી કેસની પેરવી કરી રહ્યા હતા, જ્યારે એક તરફ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં મોજુદ હતા.
જ્યારે કોર્ટે મામલાની સુનાવણી શરૂ કરી તો સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચની માફી માંગતા તેને 2 વાગ્યે શરૂ કરવાની માંગણી કરી અને કહ્યું કે એક અન્ય સંવિધાનિક પીઠમાં તેમને જવાનું છે. તેના પર જસ્ટીસ ગવઈએ કહ્યું કે એટલા માટે મેં કાલે કહ્યું હતું કે કોર્ટને કેટલાય તુષાર મહેતાની જરૂર છે. તમારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર હતી.
એટલું જ નહી જસ્ટીસ ગવઈએ કહ્યું કે તમારે સેકન્ડ લાઈન તૈયાર કરવી જોઈએ. દરેક કોર્ટમાં ફક્ત તમે કે એએસજી મિસેટર રાજૂને જ ન જવું જોઈએ. કપિલ સિબ્બલે 2 વાગ્યા સુધી સુનાવણી ટાળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. જોકે બાદમાં તે પણ તૈયાર થઈ ગયા અને જ્યારે લંચ બાદ 2 વાગ્યે જ્યારે ફરીથી મામલાની સુનાવણી શરૂ થઈ તો થોડી દલીલો બાદ સોલિસિટર જનરલે ફરીથી આવતીકાલની તારીખ માંગી લીધી. તેના પર કોર્ટે પુછ્યું કે કાલે તમે કેટલો સમય લેશો કારણકે અગાઉની સુનાવણીમાં તમે આખો દિવસ લઈ લીધો હતો.
તેના પર બેન્ચના જજ જસ્ટીસ સંદિપ મહેતાએ સોલિસિટર જનરલને મામલા પર એક નોટ ઈશ્યુ કરવા કહ્યું હતું. એસ જી મહેતાએ કહ્યું કે શું હું 8 વાગ્યા સુધી તે કરી શકું છું ?કારણકે લોર્ડશિપ રાત્રે અભ્યાસ કરે છે એટલા માટે …તેના પર પણ જસ્ટિસ ગવઈએ એસજીને ટોક્યા હતા અને કહ્યું કે છેલ્લી વખતની જેવું ન થવું જોઈએ. આપણે જુલાઈ બાદ બેન્ચો બાબતે ખબર નથી અને જો તમે ત્રણ દિવસમાં પુરૂ કરી શકો તો અમે ગરમીની રજાઓમાં ફેંસલો લખી શકીએ છીએ.
તેના પર ગળવા અંદાજમાં સોલિસિટર જનરલે કહ્યું કે લોર્ડશિપને ગરમીની રજાઓનો સમય પણ બરબાદ ન કરવો જોઈએ. લોર્ડશિપ પાસે આમ પણ એક દિવસમાં 60-60 મામલા સાંભળવાના હોય છે. આ સંદર્ભે જસ્ટિસ ગવઈએ કહ્યું કે જે લોકો લાંબી રજાઓ માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની આલોચના કરે છે, તે નથી જાણતા કે જજ કેટલું કામ કરે છે.તેમની પાસે કરવા માટે અન્ય કામ પણ હોય છે. અમને શનિવાર-રવિવારની પણ રજા નથી મળતા, ત્યાં સુધી કે કે તહેવારોમાં પણ રજા નથી મળતી. અમારે દરેક દિવસે કામ કરવું પડેછે. તેના પર સિબ્બલે કહ્યું કે આ દેશની સૌથી વધુ કઠિન નોકરી છે.
આ પણ વાંચો:કોવિશિલ્ડ કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અરજીકર્તાએ કરી આ માગ
આ પણ વાંચો:આઘાતના કારણે પીડિતા લાગી ગઈ સંભોગની લત, આવો મામલો જોઈને હાઈકોર્ટ પણ દંગ
આ પણ વાંચો:જાહેર સંપતિની વહેચણી એ કોઈ રમત નથી,જાણો સુપ્રીમ કોર્ટમા શું થઈ દલીલો
આ પણ વાંચો:કોવિશિલ્ડને લઈને રાહત, 10 લાખમાંથી માત્ર 7ને આડઅસર