ગુજરાતમાં સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકાઓ માટે રાહત થાય તેવા સમાચાર છે.સ્કૂલ ટીચર બહેનો માટે હવે સાડી પહેરવી ફરજીયાત નહીં રહે.
રાજ્યના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિફિકેશન ઈસ્યુ કરવામાં આવ્યું છે જે પ્રમાણે મહિલા ટીચર કોઈપણ પણ ફોર્મલ ડ્રેસ પહેરી શકે છે,ચાહે તે સાડી હોય કે પછી સલવાર કમિઝ.
આ વિવાદ ત્યારે ઉભો થયો હતો,જ્યારે મહિલા ટિચરોને સ્કૂલોના વહીવટીતંત્ર દ્વારા સાડી પહેરવા માટે નો આદેશ આપવામાં આવ્યો હતો. જોવાની વાત એ પણ હતી કે જે શિક્ષકાઓ સાડી નહોતી પહેરતી તેને હેરાન કરવામાં પણ આવતી હતી.રાજ્યના શિક્ષણ ડિપાર્ટમેન્ટને આ અંગે ફરિયાદો પણ મળી હતી.
થોડા સમય અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલમાં મહિલા ટિચરોને સ્કૂલમાં અને બીજી સરકારી ફરજમાં સાડી પહેરવી ફરજીયાત કરવામાં આવી હતી.જે ટીચર સાડી નહોતી પહેરતી તેને ઉપરી અધિકારીઓ દ્વારા બઢતી રોકીને ઇનક્રિમેન્ટ રોકવાની ધમકી આપવામાં આવતી હતી.
સૂત્રો કહે છે કે કેટલીક મહિલાઓ સાડી પહેરવા માટે તૈયાર નહોતી,ખાસ કરીને એવી શિક્ષકાઓ જેમને પ્રવાસ કરવાનો રહેતો હતો.આવી ટીચરોએ ફરીયાદો કર્યા બાદ શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે કે મહિલા ટીચરોએ સાડી પહેરવી ફરજિયાત નથી.