Gandhinagar News : રાજ્યમાં કૃષિ પાકોને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. શાકભાજી માટે કૃષિ પગલા લેવા પડશે. હવામાનના પલ્ટાથી રવિ પાકોને અસર થશે. તે સિવાય તુવેરના પાકમાં મોરો-મસી જીવાતનો ઉપદ્ર્વ થશે.
રાયડામાં પણ મસી, દિવેલામાં ઈયળોનો ઉપદ્રવ વધશે. ઉપરાંત જીરું, મરી-મસાલાના પાકોમાં રોગ આવવવાની શક્યતા છે. બાગાયતી પાકોમાં પણ જીવાત પડી શકે છે. જેને પગલે ખેડૂતોએ પાક સંરક્ષણના પગલા લેવ જોઈએ. શાકભાજીમાં જૈવિક દવાનો છંટકાવ કરવો સારો રહેશે. 31 જાન્યુ.થી 15 ફેબ્રુઆરી સુધી કૃષિ પાકને અસર થશે.
આ પણ વાંચો: બોટાદમાં જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા : 17.33 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો: બોટાદની શાળામાં ચોરી કરાવવાનો આક્ષેપ, ક્લાસ રૂમના કેમેરા ઉતારી પરિસરમાં મુક્યા
આ પણ વાંચો: બોટાદમાં ખનીજ માફિયાઓની જામીન અરજી રદ