ઉત્તર ભારતમાં હાડ કકડાવતી ઠંડી પડી રહી છે. ઠંડક અને બર્ફીલા પવનને કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના અન્ય રાજ્યોમાં ઠંડી વધી ગઈ છે. ગુરુવારે તાપમાન ચારથી સાત ડિગ્રીથી નીચે આવી ગયું હતું. હવામાન વિભાગે કહ્યું કે, આખા ઉત્તર ભારતને ભારે શિયાળાથી રાહત મળશે નહીં. ઉત્તર ભારતમાં ગુરુવારે ઠંડીનો પ્રકોપ યથાવત્ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, આ ડિસેમ્બરનો શિયાળો એવો છે કે જે વર્ષ 1901 પછી પ્રથમ વાર આટલું ન્યુનતમ તાપમાન નોધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક શહેરોમાં તાપમાનમાં તીવ્ર (લગભગ ચારથી સાત ડિગ્રી સેલ્સિયસ) ઘટાડો થયો છે. પૂર્વી ઉત્તર પ્રદેશના બહરાઇચ, લખનૌ, ગોરખપુર અને વારાણસી અને બિહારના પૂર્ણિયા, ભાગલપુર, પટના અને ગયામાં દિવસનું તાપમાન ઘટીને 10 થી 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ ઉપરાંત, ગંભીર ઠંડીનો સામનો કરી રહેલા દિલ્હી, અમૃતસર, શ્રીગંગાનગર, ચંદીગઢ અને બરેલી શહેરોમાં દિવસનું તાપમાન ગુરુવારે આઠ થી 11 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું.
શુક્રવારે વહેલી સવારે તાપમાન 2.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ રહેતાં રાષ્ટ્રીય પાટનગરમાં તીવ્ર ઠંડીની સ્થિતિ ચાલુ છે.
દિલ્હીનું હવામાન:
દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 14.44 ડિગ્રી, સામાન્ય કરતાં સાત ડિગ્રી સેલ્સિયસ હતું. દિલ્હીમાં સતત 13 મા દિવસે સખતઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. અને આ પહેલા 1997 માં જ્યારે શિયાળો હતો ત્યારે સતત 17 દિવસો સુધી આવી જ કડકડતી ઠંડી પડી હતી.
ભારત હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં સરેરાશ મહત્તમ તાપમાન 1919, 1929,1961 અને 1997 માં 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હતું. આ વર્ષે અત્યાર સુધીનું સરેરાશ મહત્તમ તાપમાન ડિસેમ્બર મહિનાના છેલ્લા મહિનામાં 19.85 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને 31 ડિસેમ્બર સુધીમાં તે 19.15 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અધિકારીએ જણાવ્યું હતું કે, જો આવું થાય, તો તે 1901 પછીનો બીજો સૌથી ઠંડો ડિસેમ્બર હશે. ડિસેમ્બર 1997 માં, સરેરાશ મહત્તમ તાપમાન 17.3 ° સે નોંધાયું હતું.
રાજસ્થાન હવામાન:
રાજસ્થાનમાં ઘણા સ્થળોએ રાત્રિનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોચી જાય છે. શેખાવતી ઝોનમાં શિયાળો જોશ જોરમાં છે. ગુરુવારે સીકર જિલ્લામાં તાપમાનનો પારો શૂન્ય સુધી પહોંચી ગયો હતો. જેને કરને વૃક્ષો પર બરફ જમવા લાગ્યો હતો. શેખાવતી ક્ષેત્રમાં ચુરુ, સીકર, ઝુંઝુનુ જિલ્લાઓ અને નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે. રાજસ્થાનનો એકમાત્ર પર્વતીય પ્રવાસન ક્ષેત્ર માઉન્ટ આબુમાં તાપમાન એક ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચુરુ, વનાસ્થલી, બિકાનેર, ગંગાનગર અને અજમેરમાં રાત્રિનું તાપમાન અનુક્રમે 1.3, 3.2, 3.7, 3.9 અને 5.5 ડિગ્રી નોંધાયું હતું.
હરિયાણા-પંજાબ હવામાન:
હરિયાણામાં, નારનોલમાં લઘુત્તમ તાપમાન 2.5. ડિગ્રી અને હિસારમાં લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું હતું. બાથિંડા પંજાબનું સૌથી ઠંડું સ્થળ હતું જ્યાં તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ફરીદકોટ, લુધિયાણા, પટિયાલા, હલવારા, આદમપુર, પઠાણકોટ, અમૃતસરમાં અનુક્રમે 4.5, 6.6, 6.4, 5.8, 6.8, 6.4 અને 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બંને રાજ્યોની સંયુક્ત રાજધાની ચંદીગમાં 5.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે આગાહી કરી છે કે સેટેલાઇટથી મળેલી માહિતીના આધારે ઉત્તર ભારતના ગંગા અને યમુનાના મેદાનોમાં વાદળછાયા વાતાવરણ ને ધ્યાનમાં રાખીને મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે.
જમ્મુમાં દિવસના તાપમાનમાં 9.8 ° સે ઘટાડો
દિવસનું તાપમાન અંબાલામાં આઠ, ચંદીગઢ માં 6.6, શ્રીગંગાનગરમાં 9, જમ્મુમાં 9.8 અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના બરેલીમાં 10.4 ડિગ્રી રહ્યું હતું.
કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા
તેલંગાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે, જ્યારે અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે.
દ્રાસ માઈનસ 30.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન
ગુરુવારે કારગીલ જિલ્લાના દ્રાસ જમ્મુ-કાશ્મીરનું સૌથી ઠંડુ સ્થળ હતું, જેનું તાપમાન ગુરુવારે માઇનસ 30.2 ડિગ્રી સેલ્સિયસ હતું.
ઠંડીને કારણે કેદારનાથ મંદિર માનવરહિત રહે છે
ઉત્તરાખંડમાં કડકડતી ઠંડીએ જનજીવનને અસ્તવ્યસ્ત કર્યું છે. ભારે બરફવર્ષાને કારણે કેદારનાથમાં તૈનાત તમામ પોલીસકર્મીઓ અને પુનર્નિર્માણના કામમાં રોકાયેલા ખાનગી કંપનીના જવાનોને પાછા બોલાવવામાં આવ્યા છે. 2013 ની આફત પછી આ પહેલીવાર છે જ્યારે કેદારનાથ ધામ માનવરહિત બન્યા છે. દુર્ઘટના પહેલા કપાટ બંધ થયા બાદ કોઇને કેદારનાથમાં રોકાવાની મંજૂરી નહોતી. નૈનિતાલ જિલ્લાના મુક્તેશ્વરમાં સૌથી ઓછા માઇનસ -0.2 ડિગ્રી નોંધાઈ છે. મસૂરીમાં લઘુત્તમ તાપમાન 1.2 નૈનિતાલ 3.0., દહેરાદૂન 6.2, પંતનગર 8.8 અને ન્યુ ટિહરી 1.6 ડિગ્રી નોંધાયું હતું.
નૈનિતાલમાં 22 વર્ષ બાદ નવા વર્ષે હિમવર્ષા
નૈનીતાલમાં 22 વર્ષ પછી, નવા વર્ષે બરફવર્ષાની સંભાવના છે. આ સમય દરમિયાન, શહેરની ઉંચાઈ વાળા વિસ્તારો અને નીચલા વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. 1997ની શરૂઆતમાં, નવા વર્ષ પર પર્યટક સ્થળોએ હિમવર્ષા થઈ હતી. હવામાન શાસ્ત્રીઓના મતે આ વખતે 1 જાન્યુઆરીએ પારો 1-2 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.