Bollywood/ તાંડવ બાદ હવે વિવાદોમાં ફસાઈ મિર્ઝાપુર, જાણો શું છે કારણ

કેસ રજિસ્ટ્રરે આક્ષેપ કર્યો છે કે ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ ધાર્મિક, સામાજિક અને પ્રાદેશિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને સામાજિક દોષોને નુકસાન પહોંચાડી રહી છે.

Entertainment
a 269 તાંડવ બાદ હવે વિવાદોમાં ફસાઈ મિર્ઝાપુર, જાણો શું છે કારણ

‘તાંડવ’ પછી હવે વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ ચર્ચામાં છે કારણ કે તેના નિર્માતા વિરુદ્ધ મિર્ઝાપુરના પૂર્વાચલ શહેરમાં કેસ નોંધવામાં આવ્યો છે. સોમવારે ‘મિર્ઝાપુર’ના નિર્માતા અને એમેઝોન પ્રાઈમ સામે કેસ નોંધવામાં આવ્યો છે. કેસ ફાઇલ કરનારનું નામ અરવિંદ ચતુર્વેદી છે. આ મામલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

કેસ રજિસ્ટ્રરે આક્ષેપ કર્યો છે કે ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ ધાર્મિક, સામાજિક અને પ્રાદેશિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને સામાજિક દોષોને નુકસાન પહોંચાડી રહી છે.

‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ તેના ડાયલોગને કારણે ગયા વર્ષથી ચર્ચા અને વિવાદોમાં છે. મિર્ઝાપુરના સાંસદ અને અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ્રિયા પટેલે પણ આ વેબ સિરીઝ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો