કેસર: સૌપ્રથમ જૂનાગઢના નવાબે 1931માં આ કેરી ઉગાળી હતી અને 1934માં તેને કેસર નામ આપ્યું હતું.
હાફુસ: વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી આ સૌથી મોંઘી કેરીનું ઉત્પાદન મુખ્યત્વે મહારાષ્ટ્રમાં અને ગુજરાત અને કર્ણાટકના કેટલાક ભાગમાં પણ થાય છે.
તોતાપુરી: પોપટની ચાંચ જેવી દેખાતી આ કેરીનું કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં વધુ ઉત્પાદન થાય છે. તે સ્વાદમાં ઓછી ગળી ઙોય છે.
લંગડો: આ કેરી પહેલી વાર બનારસમાં એક લંગડા વ્યક્તિના બાગમાં ઊગી હતી. આથી આ કેરીનું નામ પડ્યું.
રત્નાગીરી: વજનમાં 150થી 300 ગ્રામની આ કેરી મહારાષ્ટ્રના રત્નાગીરી, દેવદઞઢ, રાયગઢ અને કોંકણમાં પાકે છે.
સિન્ધુરા: હની મેન્ગો તરીકે જાણીતી આ કેવી આખા દક્ષિણ ભારતમાં થાય છે. મોટેભાગે તેનો ઉપયોગ જામ અને જેલી બનાવવામાં થાય છે.
બંગનપલ્લી: હાફૂસ કરતાં સાઈઝમાં મોટી આ કેરી આંધ્રપ્રદેશના કુન્નુરના બંગનપલ્લેમાં પાકે છે.
ચોસા: બિહારના એક શહેરના નામ પરથી આ કેરીનું નામ છે, 16મી સદીમાં શેર શાહ સૂરીએ પોતાના પ્રદેશમાં આ કેરી ઉગાડવાની શરૂઆત કરી હતી.
રસપુરી: આ કેરીનું ઉત્પાદન કર્ણાટકના મૈસૂરમાં થાય છે અને રસપુરીને ભારતમાં કેરીઓની રાણી કહેવાય છે.
પાયરી: આ કેરીની છાલ રાતા રંગની હોય છે અને સ્વાદ ખાટો હોય છે.
હિમસાગર; મીઠી સુંગધની આ કેરી પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સ્પેશિયાલિટી છે. અને મીઠાઈ અને શેક બનાવવા માટે આ કેરી વપરાય છે.
નીલમ: આ કેરી દેશના દરેક ભાગમાં ઉગે છે. ખાસ કરીને જૂનમાં આ કેરી મળે છે.
માલગોવા: આ ગોળ આકારની કેરીનું વજન 300-500 ગ્રામ હોય છે. આ કેરી મે અને જૂનમાં મળે છે.
માલદા: બિહારમાં માલદાને કેરીનો રાજા કહેવાય છે. ખાસ કરીને ચટણી બનાવવા માટે આ કેરી વપરાય છે.