કાવડ કેવી હોય છે? લાકડી કે વાંસની બંને બાજુ જોળી બાંધી તેમાં માટલી અથવા પાત્ર મૂકવામાં આવે છે. તેને કાવડ કહેવાય છે. શ્રવણ કુમારની કાવડ સાથે પણ તેની પરંપરાને જોડવામાં આવે છે.
કાવડ યાત્રાની શરૂઆત કોણે કરી? પૌરાણિક માન્યતા મુજબ ભગવાન પરશુરામે શિવજીને પ્રસન્ન કરવા કાવડ યાત્રાની શરૂઆત કરી હતી. તેઓ ગઢમુક્તેશ્વરથી પવિત્ર જળ લાવી શિવલિંગ પર અભિષેક કરતા હતા.
શિવભક્તિનું પવિત્ર સ્વરૂપ કાવડ યાત્રા માત્ર યાત્રા નથી, પરંતુ શિવ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. ભક્તો પવિત્ર જળ સાથે કઠિન યાત્રા કરીને ભગવાન શિવનો અભિષેક કરે છે.
કયા વિસ્તારમાં વધુ પ્રચલિત? કાવડ યાત્રાનું વિશેષ મહત્વ ઉત્તર ભારતમાં અને ગંગા કિનારાના વિસ્તારોમાં જોવા મળે છે. હરિદ્વાર, ગંગોત્રી અને અન્ય પવિત્ર સ્થળોથી જળ લાવવાની પરંપરા પણ પ્રચલિત છે.
કાવડમાં જળ લઈને શિવાભિષેક આજે ભક્તો નજીકની નદી કે પવિત્ર જળાશયમાંથી પાણી ભરીને સ્થાનિક શિવ મંદિરમાં અભિષેક કરે છે. ઝારખંડના બૈજનાથધામમાં પણ મોટી સંખ્યામાં ભક્તો કાવડ લઈને પહોંચે છે.
કેસરી વસ્ત્રો અને સજાવટ કાવડ યાત્રા દરમિયાન ભક્તો ઘણીવાર કેસરી વસ્ત્રો ધારણ કરે છે. ભક્તો પોતાની કાવડને ફૂલ અને વિવિધ સજાવટથી શણગારે છે અને ભક્તિભાવથી યાત્રા પૂર્ણ કરે છે.
કાવડ યાત્રા અને માનતા ઘણા ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા કાવડ યાત્રા કરે છે. પવિત્ર જળથી ભગવાન શિવનો અભિષેક કરીને તેઓ શાંતિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક સંતોષનો અનુભવ કરે છે.