દેવ દિવાળી 2026 કાશીથી અયોધ્યા સુધી ભક્તિ અને દીવડાઓથી ઝળહળશે વાતાવરણ!

દેવ દિવાળી કેમ ઉજવાય છે? કારતક પૂર્ણિમાના દિવસે દેવતાઓ પૃથ્વી પર આવીને દીપ પ્રગટાવે છે એવી ધાર્મિક માન્યતા છે.

કાશીમાં ભવ્ય ઉજવણી વારાણસીના ઘાટો લાખો દીવડાઓથી સજાવવામાં આવે છે. ગંગા આરતીનો નજારો પણ અદભુત હોય છે.

દીવડાઓથી ઝગમગતા ઘાટ ગંગા કિનારે એકસાથે પ્રગટતા અસંખ્ય દીવડાઓ ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદભુત માહોલ સર્જે છે.

ભવ્ય ગંગા આરતી દેવ દિવાળી પર ગંગા આરતીનું વિશેષ મહત્વ છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાશી પહોંચે છે.

ઘરે પણ કરો દીપ પ્રગટાવ દેવ દિવાળીના દિવસે ઘરમાં દીવા પ્રગટાવી ભગવાનની પૂજા કરવામાં આવે છે. સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.

દેવ દિવાળીનો દિવ્ય સંદેશ અંધકાર પર પ્રકાશ અને નકારાત્મકતા પર સકારાત્મકતાની જીતનો સંદેશ આપતો આ પર્વ ભક્તિ સાથે ઉજવાય છે.