નિરમા યુનિવર્સિટીમાં બ્લેક ડે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 1 ઓક્ટોબરે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરી કેમ્પસમાં પહોંચ્યા. હાથમાં પ્લેકાર્ડ સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવી ઘટનાની નિંદા કરી.

શ્રમિકની હરકતનો વીડિયો વાયરલ વિદ્યાર્થિનીઓના જણાવ્યા મુજબ, ગર્લ્સ હોસ્ટેલની સામે બની રહેલા નવા બિલ્ડિંગમાં કામ કરતા એક શ્રમિકની કથિત બીભત્સ હરકતનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ મામલો ચર્ચામાં આવ્યો.

ફરિયાદ બાદ કાર્યવાહીનો આક્ષેપ વિદ્યાર્થિનીઓએ વીડિયો સાથે યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ફરિયાદ બાદ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.

સોશિયલ મીડિયા પર કેમ્પેઇન કેમ્પસમાં ખુલ્લેઆમ વિરોધ કરવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી હોવાના દાવા વચ્ચે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ કરાયું. Instagram પેજ દ્વારા વિદ્યાર્થીઓને વિરોધમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

એક હજારથી વધુ વિદ્યાર્થીઓનો વિરોધ બ્લેક ડેના આહ્વાન બાદ 1 ઓક્ટોબરે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે કેમ્પસમાં પહોંચ્યા. વિદ્યાર્થીઓએ સમગ્ર ઘટનામાં જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી.