કપમાંથી ચાના જિદ્દી ડાઘ દૂર કરવાના 3 સરળ ઘરેલુ ઉપાયો

ચાના કપ પર પડેલા જૂના અને જિદ્દી ડાઘ દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ છે.

1 ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો અને તેને કપની અંદર લગાવો.

આ પેસ્ટને 5 મિનિટ માટે કપમાં રહેવા દો અને પછી સ્ક્રબરની મદદથી હળવા હાથે ઘસો.

અન્ય ઉપાયમાં કપમાં જ્યાં ડાઘ હોય ત્યાં લીંબુનો રસ અને થોડું મીઠું નાખીને બરાબર ઘસો.

લીંબુ અને મીઠાના મિશ્રણને 2 મિનિટ માટે કપમાં રાખી મૂકો અને પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો.

સફેદ વિનેગર પણ ખૂબ ઉપયોગી છે, જેને ગરમ પાણીમાં મિક્સ કરીને કપમાં ભરવાથી ડાઘ નીકળે છે.

અડધો કપ ગરમ પાણીમાં 2 ચમચી વિનેગર નાખીને 10 મિનિટ માટે કપમાં ભરી રાખવાથી ચમક પાછી આવે છે.

આ સિવાય ઘરમાં પડેલી જૂની ટૂથપેસ્ટથી પણ કપના ડાઘ ખૂબ જ સરળતાથી સાફ થઈ જાય છે.