એક એવો દેશ જ્યાં ક્યારેય ચૂંટણી થઈ નથી, જાણો કારણ

આજે ભારતમાં વન નેશન વન ઈલેક્શનની ચર્ચા છે. પરંતુ, દુનિયામાં એક એવો દેશ છે જ્યાં ક્યારેય ચૂંટણી ચઈ નથી.

અગાઉ આ દેશ અન્ય દેશોના શાસનામાં રહ્યો હતો. ઘણા વર્ષો સુધી આઝાદી માટે લડ્યા તે પછી ક્યારેય ત્યાં ચૂંટણી થઈ નથી. 

આઝાદી બાદ આ દેશમાં ક્યારેય ચૂંટણી થઈ નથી. 1993 થી અત્યાર સુધી ત્યાં માત્ર એક જ વ્યક્તિનું શાસન છે.

આફ્રિકામાં સ્થિત આ દેશનું નામ એરિટ્રિયા છે, અહીં ક્યારેય ચૂંટણી થઈ નથી. એરિટ્રિયાએ 30 વર્ષના યુદ્ધ પછી 1993માં ઈથોપિયાથી આઝાદી મેળવી હતી.

1993માં સ્વતંત્ર થયા ત્યારથી એરિટ્રિયા પર રાષ્ટ્રપતિ ઈસાઈઆસ અફવેર્કીએ શાસન કર્યું છે.

રાષ્ટ્રપતિ ઈસાઈઆસ અફવેર્કીનો પીપલ્સ ફ્રન્ટ ફોર ડેમોક્રેસી એન્ડ જસ્ટિસ આ દેશનો એકમાત્ર રાજકીય પક્ષ છે. આ સિવાય અન્ય કોઈ પક્ષ નથી.

1997માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવાની તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ તે ક્યારેય શક્ય બન્યું ન હતું.

સ્વતંત્રતા પરના 1993ના લોકમત બાદ, તેઓ રાષ્ટ્રપતિ અને સંસદના સ્પીકર તરકે ચૂંટાયા, તેમને સરકારી કારોબારી અને કાયદાકીય શાખાઓ બંને પર નિયંત્રણ આપવામાં આવ્યું.

ત્યાં કોઈ બંધારણનો અમલ થયો ન હતો. 

એરિટ્રિયા એક પક્ષીય-રાજ્ય છે અને ઉચ્ચ લશ્કરી સમાજ છે. અને એરિટ્રિયા આફ્રિકાનો સૌથી ગરીબ દેશોમાંનો એક છે.