એક એવું ગામ જ્યાં લોકો મહિનાઓ સુધી સૂતા હોય છે

સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. દરેક વ્યક્તિ પૂરતી ઊંઘ પણ લેતા હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું એક એવું ગામ છે, જ્યાં લોકો ચાલતા-ચાલતા સૂઈ જાય છે.

આ ગામનું નામ કલાચી છે. આ ગામ કઝાકિસ્તાનમાં છે. આ ગામમાં લોકો મહિનાઓ સુધી સૂતા રહે છે.

વાસ્તવમાં, આ ગામના લોકો રહસ્યમય ઊંઘની બીમારીથી પીડાય છે. જે સ્લીપી હોલો તરીકે ઓળખાય છે.

આ બીમારીનો પ્રથમ કેસ વર્ષ 2010માં નોંધાયો હતો. જ્યારે આ ગામમાં એક બાળક અચાનક જમીન પર પડી ગયું અને સૂઈ ગયું હતું.

ત્યારબાદ આ ગામમાં આ બીમારીના દર્દીઓ દેખાવા લાગ્યા. તેમની સંખ્યામાં વધારો થતો રહ્યો.

સૌથી નવાઈની વાત તો એ છે કે આ એક બીમારી છે અને જે લોકોને આ બીમારી થાય છે ખબર જ નથી હોતી કે તેઓ સૂઈ ગયા છે.

અહીંના લોકો ક્યાંય પણ અચાનક સૂઈ જાય છે. ચાલતા-ચાલતા રસ્તામાં લોકો સૂઈ જાય છે અને કેટલાય દિવસો સુધી સૂતા જ રહે છે.

આ ગામ પર ઘણા સંશોધનો પણ થયા છે. પરંતુ હજુ સુધી આ રોગનું કારણ શું છે તે જાણવા મળ્યું નથી.