આયુર્વેદ મુજબ આદુ છે 'મહાઔષધિ', શિયાળામાં આ 5 સમસ્યાઓમાં છે રામબાણ ઈલાજ

શું તમે જાણો છો કે તમારા રસોડામાં પડેલું આદુ માત્ર ચાનો સ્વાદ જ નથી વધારતું, પણ તે અનેક રોગોની દવા છે? આયુર્વેદમાં તેને 'મહાઔષધિ' કહેવામાં આવે છે.

આયુર્વેદ મુજબ આદુ પાચન માટે શ્રેષ્ઠ છે. જો તમને ગેસ, અપચો કે પેટ ભારે લાગતું હોય, તો જમતા પહેલા આદુના નાના ટુકડા પર સિંધવ મીઠું ભભરાવીને ખાવું જોઈએ.

શિયાળામાં કફ જામી ગયો હોય કે ગળું ખરાબ હોય, તો આદુનો રસ અને મધ મિક્સ કરીને ચાટવાથી જાદુઈ રાહત મળે છે. તે ગળાના ઈન્ફેક્શનને દૂર કરે છે.

આદુમાં સોજો ઉતારવાના ગુણ હોય છે. જે લોકોને ઘૂંટણ કે સાંધાના દુખાવાની તકલીફ હોય, તેમના માટે આદુનું સેવન નેચરલ પેઈનકિલર જેવું કામ કરે છે.

તે શરીરની ગરમી જાળવી રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેથી શિયાળામાં થતા વાયરલ તાવ સામે રક્ષણ મળે છે.

આદુ મેટાબોલિઝમ સુધારે છે, જેનાથી વધારાની ચરબી ઓગળવામાં મદદ મળે છે. ગરમ પાણીમાં આદુ ઉકાળીને પીવું વજન ઘટાડવા માટે સારું છે.

તો આ શિયાળામાં માત્ર ચામાં જ નહીં, પણ રસોઈમાં અને સલાડમાં પણ આદુનો ઉપયોગ વધારો અને તંદુરસ્ત રહો.