દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન ખુશીથી પસાર થાય.

જો કે, ઘણીવાર એવું જોવા મળે છે કે સખત મહેનત કર્યા પછી પણ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત નથી થતી.

તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુ અનુસાર ઘરનો દરેક ભાગ મહત્વપૂર્ણ છે.

બેડરૂમ અને કિચનની જેમ બાથરૂમનું પણ એટલું જ મહત્વ છે. કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ બાથરૂમમાં ન રાખવી જોઈએ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના બાથરૂમમાં તૂટેલા ચપ્પલ બિલકુલ ન રાખવા જોઈએ. તૂટેલા ચપ્પલ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર બાથરૂમમાં ભીના કપડા ન રાખવા જોઈએ કારણ કે તેનાથી સૂર્ય દોષ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર બાથરૂમમાં તૂટેલો અરીસા પણ ન લગાવવા જોઈએ. કારણ કે તેનાથી વાસ્તુ દોષ થઈ શકે છે.

બાથરૂમમાં ક્યારેય પણ ખાલી ડોલ ન રાખવી જોઈએ. આવી ડોલ ઘરમાં દુર્ભાગ્યનું કારણ બની શકે છે

વાસ્તુ અનુસાર નળમાંથી પાણી ટપકવાથી દુર્ભાગ્ય વધે છે. જો બાથરૂમ કે ઘરના કોઈપણ નળમાંથી પાણી ટપકતું હોય તો તેને તરત જ ઠીક કરો, નહીં તો ઘરમાં ગરીબી આવશે.