'હીરામંડી' અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ સપનાનાં માણીગર સિદ્ધાર્થ સાથે લગ્ન કરી ચાહકોને ચોંકાવી દીધા છે.

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના ચાહકોને પોસ્ટ દ્વારા લગ્નના ફોટા પણ બતાવ્યા છે. બંનેએ ખાનગીમાં અને સાદાઈથી લગ્ન શ્રી રંગનાયકસ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા.

અદિતિએ પોસ્ટ પર કેપ્શન લખ્યું હતું, 'તમે મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા બધા તારા છો...પરીકથાની જેમ અનંતકાળ માટે સોલમેટ રહો... હસો, ક્યારેય મોટા થશો નહીં પ્રેમ, પ્રકાશ અને જાદુ. શ્રીમતી અને શ્રીમાન અદુ-સિદ્ધુ.'

અદિતિ રાવ હૈદરીએ સોનેરી ઝરી ભરતકામ સાથે સુંદર ટીશ્યુ ઓર્ગેન્ઝા લહેંગા પહેર્યો છે. તેના ગોલ્ડન બ્લાઉઝમાં હેન્ડ એમ્બ્રોઇડરી છે. બીજી બાજુ, સિદ્ધાર્થે દક્ષિણ ભારતીય પોશાક પહેર્યો છે. તેને મુંડ અને કુર્તા પહેર્યો છે. બંનેએ દક્ષિણ ભારતીય રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

અદિતિ અને સિદ્ધાર્થે આ વર્ષે માર્ચમાં તેમની સગાઈની સત્તાવાર જાહેરાત કરી હતી. ફિલ્મી દુનિયાના સ્ટાર્સે પણ લગ્નની પોસ્ટ પર અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. અભિનેત્રીના ચાહકો પણ તેને તેના નવા જીવનની શરૂઆત માટે અભિનંદન આપી રહ્યા છે.

આ ફિલ્મોમાં અદિતિ અને સિદ્ધાર્થ જોવા મળ્યા હતા

અદિતિ રાવ હૈદરી હાલમાં જ સંજય લીલા ભણસાલીની સિરીઝ 'હીરામંડી'માં જોવા મળી હતી. આ સિરીઝ આ વર્ષની શરૂઆતમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. તે 'અજીબ દાસ્તાન', 'દિલ્હી 6', 'બાજીરાવ મસ્તાની' સહિત ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

બીજી તરફ સિદ્ધાર્થની તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં લાંબી અને સફળ કારકિર્દી રહી છે. તેને 'નુવવોસ્તાનતે નેનોદંતના', 'રંગ દે બસંતી', 'બોમ્મારિલુ', 'સ્ટ્રાઈકર' અને 'અનાગનાગા ઓ ધીરુડુ' જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે ઓળખ મેળવી છે. 

તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન પહેલા પણ થયા હતા, જે લાંબો સમય ટકી શક્યા ન હતા, તેથી આ કપલના બીજા લગ્ન છે.