આજના સમયમાં ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે.

નિષ્ણાતોના મતે સ્થૂળતાને કારણે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે.

કેટલાક લોકો વજન ઘટાડવા માટે ઘણી કસરત અને ડાયટિંગ પણ કરે છે.

પરંતુ કેટલીકવાર જો તમે આટલી મહેનત કરીને પણ વજન ઉતારી શકતા નથી તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે.

નિષ્ણાતોના મતે, બળતરાને કારણે વજન ઘટાડવામાં પણ મુશ્કેલી થાય છે. શરીરમાં બળતરાની સમસ્યા શોધવા માટે સી-રિએક્ટિવ પ્રોટીન (CRP) ટેસ્ટની ભલામણ કરવામાં આવે છે.

કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે પણ વજન ઘટાડવામાં મુશ્કેલી થાય છે.

જે લોકોને થાઈરોઈડની સમસ્યા હોય છે તેમને પણ વજન ઘટાડવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જો બ્લડ શુગર કંટ્રોલમાં ન હોય તો પણ વજન ઘટાડવામાં તકલીફ પડે છે.