પેરિસ ફેશન વીકમાં ધૂમ મચાવ્યા બાદ, ઐશ્વર્યા રાય અબુ ધાબીમાં IIFA એવોર્ડ્સમાં તેની સુંદરતાનું પ્રદર્શન કરતી જોવા મળી. 

હંમેશાની જેમ, ઐશ્વર્યા તેની લાડલી આરાધ્યા સાથે દેખાઈ હતી. 

આઈફા ફેસ્ટિવલમાં મા-દીકરીની ગ્લેમરસ સ્ટાઈલે ચાહકોને દિવાના બનાવી દીધા. 

ઐશ્વર્યા રાય ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. અભિનેત્રીના લાંબા બ્લેઝર જેકેટ પર ગોલ્ડન વર્ક છે, જે તેના લુકને હાઈલાઈટ કરી રહ્યું છે.

ઐશ્વર્યાએ સોફ્ટ વેવી લુક આપતા વાળ ખુલ્લા રાખ્યા હતા. આઈલાઈનર વડે આંખો સુંદર બનાવી ડાર્ક શેડની લિપસ્ટિક લગાવી લુક પૂર્ણ કર્યો.

આરાધ્યા બચ્ચને સફેદ બ્લેઝર, બ્લેક જેગિંગ્સ અને બૂટ પહેર્યા હતા, સાઇડ પાર્ટિંગ હેર સાથે લાઇટ ગ્લોઇંગ મેકઅપમાં સુંદર લાગી રહી હતી.