બૉલીવુડની સૌથી ખુબસુરત અને પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટે ફરી એકવાર વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટ Met Gala 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આ વખતે અભિનેત્રી દેશી લુકમાં જોવા મળી હતી.

જ્યારે આલિયા ફ્લોરલ સાડી પહેરીને ઇવેન્ટમાં પહોંચી ત્યારે દુનિયાની નજર તેના સ્ટનિંગ લૂક અને સુંદરતા પર ટકેલી હતી. અભિનેત્રીએ પોતાની ગ્રેસથી વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિનો ઘ્વજ લહેરાવ્યો હતો.

Met Gala 2024માં આલિયા ભટ્ટના ખુબસુરત લુકની સાથે તેની સાડીની પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પ્રેસ્ટીજીયસ ઇવેન્ટ માટે આલિયાની સાડી પ્રખ્યાત ફેશન ડિઝાઇનર Sabyasachi દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે.

આલિયા ભટ્ટની હાથથી બનાવેલી સાડી પહેરી હતી, જેને બનાવવામાં 1965 કલાકનો સમય લાગ્યો હતો. જેને 163 કારીગરોની ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

વિદેશી ઇવેન્ટમાં આલિયા ભટ્ટની ફ્લોરલ ટ્રેડિશનલ સાડીએ દુનિયાભરના ચાહકોના દિલ જીતી લીધા હતા. અભિનેત્રીનો લુક હાલ ખૂબ જ ચર્ચામાં છે.

પરંતુ શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ પહેલા દીપિકા પદુકોણ અને કેટરીના કૈફ પણ આ પ્રકારની ફ્લોરલ સાડીમાં ધૂમ મચાવી ચુકી છે.

કેટરીના કૈફે તેના પ્રી-વેડિંગ ફંક્શનમાં ડિઝાઈનર Sabyasachiની ફ્લોરલ પ્રિન્ટેડ સાડી પહેરી હતી. અભિનેત્રી પેસ્ટલ પિંક શીયર સાડીમાં અદ્ભૂત લાગી રહી હતી.

આ પહેલા દીપિકા પાદુકોણે વર્ષ 2017માં આવી જ ફ્લોરલ પ્રિન્ટેડ સાડી પહેરી હતી. તેણે આ સાડી એક એવોર્ડ ફંકશનમાં પહેરી હતી. ખાસ વાત તો એ છે કે દીપિકાની આ સાડી પણ Sabyasachiએ જ ડિઝાઈન કરી હતી.

હવે સવાલ એ છે કે શું ખરેખર આલિયાએ દીપિકા અને કેટરીનાના લુકની કોપી કરી છે?