શું તમારી ઉંમર 30 વટાવી ગઈ છે? ટેન્શન ના લો, આ સરકારી નોકરીઓ હજુ પણ તમારી રાહ જુએ છે!

IAS કે IPS બનવાનું સપનું હજુ પૂરું થઈ શકે છે! જનરલ કેટેગરીના ઉમેદવારો 32 વર્ષની ઉંમર સુધી આ પરીક્ષા આપી શકે છે. જ્યારે OBC માટે 35 અને SC/ST માટે 37 વર્ષ સુધીની છૂટ છે.

ગુજરાતમાં GPSC ક્લાસ 1 અને 2 ના અધિકારી બનવા માટે જનરલ કેટેગરીની ઉંમર મર્યાદા 35 થી 36 વર્ષ હોય છે. અનામત વર્ગ અને મહિલાઓને તો આમાં વધુ છૂટછાટ મળે છે.

જો તમને ભણાવવાનો શોખ હોય, તો સરકારી શાળામાં શિક્ષક  કે કોલેજમાં પ્રોફેસર બનવા માટે મોટાભાગે 35 થી 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા હોય છે.

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવવા માટે SSC CGL ની અમુક ખાસ પોસ્ટ માટે ઉંમર મર્યાદા 32 વર્ષ સુધીની રાખવામાં આવે છે.

IBPS RRB માં ઓફિસર સ્કેલ-2 અને સ્કેલ-3 ની પોસ્ટ માટે 32 થી 40 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે.

એટલે કે 30 વર્ષની ઉંમર એ સરકારી નોકરીના સપનાનો અંત નથી. યોગ્ય દિશામાં મહેનત ચાલુ રાખો, સફળતા ચોક્કસ મળશે!