ગેસ અને એસિડિટીથી પરેશાન છો? જમ્યા પછી રોજ ખાવ એક 'નાગરવેલનું પાન'!
નાગરવેલના પાન ચાવવાથી મોઢામાં લાળ વધુ માત્રામાં બને છે. આ લાળ જમવાનું ઝડપથી અને સારી રીતે પચાવવામાં ખૂબ મદદ કરે છે.
જો તમને જમ્યા પછી પેટ ભારે લાગતું હોય કે ગેસ અને એસિડિટીની તકલીફ રહેતી હોય, તો રોજ એક પાન ખાવાથી પેટમાં બળતરા શાંત થાય છે અને તરત રાહત મળે છે.
નાગરવેલના પાનમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. તે આંતરડાની સફાઈ કરે છે અને શરીરના ઝેરી તત્વો બહાર કાઢે છે, જેનાથી સવારે પેટ એકદમ સાફ આવે છે.
આ પાન એક નેચરલ માઉથ ફ્રેશનરનું કામ કરે છે. તે દાંત અને પેઢાના બેક્ટેરિયાનો નાશ કરીને મોઢામાંથી આવતી વાસને દૂર કરે છે.
પાચન સુધારવા માટે પાન ખાતી વખતે તેમાં તમાકુ કે સોપારી બિલકુલ ન નાખવી. માત્ર સાદું પાન અથવા તેમાં થોડી વરિયાળી, કાથો અને ગુલકંદ નાખીને ખાવું સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.
આયુર્વેદ મુજબ બપોરે અથવા રાત્રે હેવી ભોજન લીધા પછી અડધા કલાકે એક નાગરવેલનું પાન ધીમે-ધીમે ચાવીને ખાવું જોઈએ.
પાન ખાવું એ માત્ર શોખ નથી, પણ આયુર્વેદિક ઔષધિ છે. બસ તેમાં વ્યસનની વસ્તુઓ નાખવાનું ટાળો!