દિલ્હી અને પંજાબમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં જેલમાં છે.  

લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે કેજરીવાલ પણ ટ્રેન્ડ પર નજર રાખી રહ્યા છે. 

અરવિંદ કેજરીવાલ જેલમાંથી જ મત ગણતરી પર નજર રાખી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ કેજરીવાલ જેલમાંથી જ મત ગણતરી પર નજર રાખી રહ્યા છે. તેઓ લાઈવ ટીવી પર મત ગણતરી અંગે ક્ષણ-ક્ષણ અપડેટ લઈ રહ્યા છે.  

આ વખતે કેજરીવાલને દિલ્હીની સાથે સાથે દેશમાં વિપક્ષી ગઠબંધનના સારા પ્રદર્શનની આશા છે.  

લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકની જીતનો દાવો કરતા કેજરીવાલે કહ્યું હતું કે ગઠબંધન 295થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવવા જઈ રહ્યું છે. 

આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા બ્લોકના ઉમેદવારો માટે પ્રચાર કરતા સીએમ કેજરીવાલે કહ્યું હતું કે જો ઈન્ડિયા બ્લોકની સરકાર બનશે તો મારે જેલ નહીં જવું પડશે. 

હવે પરિણામોનો સમય આવી ગયો છે. દેશની સૌથી મોટી ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે.