આપણે ઘણીવાર ઘણા લોકોની કાર પર કોઇ નામ કે પછી સ્ટિકર લગાવેલા જોયા છે.

કેટલાંક લોકો પોતાની જાતિ કે બાળકોનું નામ લખાવડાવે છે તો કેટલાંક મોડર્ન કે સ્ટાઇલિશ સ્ટિકર લગાવડાવી લે છે. પરંતુ કેટલાંક તો પોતાની કાર પર ભગવાનના નામનું સ્ટિકર લગાવડાવે છે તો કેટલાંક લોકો ભગવાનનો ફોટો ચોંટાડી દે છે.

પરંતુ શું વાહન પર ભગવાનનું નામ લખાવડાવવું યોગ્ય છે કે નહી?

પોતાની કાર પર ભગવાનનું કોઇ ચિત્ર ન બનાવડાવવું જોઇએ કે ન તેમનું નામ લખાવડાવવું જોઇએ. કારણ કે આવું કરવાથી તમે પાપની શ્રેણીમાં આવી શકો છો.

જ્યારે પણ આપણે આપણા વાહન ધોઇએ છીએ તો તેના પર લખેલા ભગવાનના નામ પર પણ પાણી જાય છે અને પછી તે જ પાણી જમીન પર પડે છે જે પગમાં આવે છે. આ રીતે આપણે અજાણતા ભગવાનનું અપમાન કરી બેસીએ છીએ.

જ્યારે પણ આપણે આપણા વાહન કે કાર પર ભગવાનની છવી લગાવડાવીએ છીએ તો આપણે ભૂલી જઇએ છીએ કે તે છવી પર ધૂળ-માટી અને ગંદકી લાગશે. જે યોગ્ય નથી

આ જ કારણ છે કે આપણે આપણી કાર કે કોઇપણ વાહન પર ભગવાનનું ચિત્ર ન લગાવવું જોઇએ.