સમોસા, કચોરી, પકોડા અને ફ્રેંચ ફ્રાઇસ જેવી તળેલી વસ્તુઓ પચવામાં ભારે હોય છે અને ઉનાળામાં શરીરનું તાપમાન વધારી શકે છે. જેના કારણે વધુ પરસેવો થાય છે.

મસાલેદાર ખોરાક પેટમાં બળતરા અને અપચોનું કારણ બની શકે છે. તેનાથી ઉનાળામાં ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે. તેથી ઉનાળામાં લાલ મરચાં અને લીલાં મરચાં જેવી મસાલેદાર વસ્તુઓ ઓછી ખાઓ.

ઉનાળામાં સોડા, ઠંડુ જ્યુસ અને સોફ્ટ ડ્રિંક્સ જેવી મીઠી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ.

આઈસ્ક્રીમમાં કેલરી, ખાંડ અને ફેટ વધુ હોય છે. તે વજનમાં વધારો અને ડીહાઇડ્રેશનનું કારણ બની શકે છે.

પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમ, ખાંડ અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે. આ શરીરને ડીહાઇડ્રેટ કરે છે અને થાકનું કારણ બને છે.

લાલ માંસ પચવામાં ભારે હોય છે અને શરીરમાં ગરમી ઉતપન્ન કરે છે. એટલે ઉનાળામાં તેને ઓછી માત્રામાં ખાવું જોઈએ.

ઉનાળામાં કોફી, ચા અને એનર્જી ડ્રીંક જેવી કેફીન ધરાવતી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ.

આલ્કોહોલ શરીરને ડીહાઇડ્રેટ કરે છે અને થાકનું કારણ બને છે. તેથી જ ઉનાળામાં તેનું સેવન ઓછું કરવું જોઈએ.