કેટલા વાગે જાગશે અને કેટલા વાગે સુઈ જશે રામલલા?

આ છે ભગવાન રામલલાની દિનચર્યા......

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે સામાન્ય ભક્તો પણ રામલલાના દર્શન કરવા જઈ શકશે.

મંદિરમાં 5 વર્ષના બાળકના રૂપમાં રામલલાની પૂજા કરવામાં આવી છે.

સામન્ય ભક્તોને દર્શન આપ્યા પછી, બાળકરામની દિનચર્યા તે જાગે ત્યારથી લઈને સુઈ જાય ત્યાં સુધી નિર્ધારિત કરવામાં આવી છે.

દરરોજ સવારે 6 કલાકે બાળક રામની મંગળા આરતી થશે. આ દિવસની પ્રથમ આરતી છે. સુષુપ્ત ભગવાનને મંગળા આરતી દ્વારા ઊંઘમાંથી જગાડવામાં આવે છે.

સવારે 7 કલાકે બાળક રામની શૃંગાર આરતી થશે જેમાં બાલ ભોગ ધરાવવામાં આવશે.

વપોરે 12 વાગ્યે રાજભોગ અને મધ્યાહન આરતી થશે. આમાં ભગવાનને પ્રસાદ ચઢાવવામાં આવે છે.

બાલક રામની સાંજની આરતી રાત્રે 8 કલાકે થશે. દિવસની છેલ્લી આરતી રાત્રે 10 વાગ્યે થશે જેને શયન આરતી કહેવામાં આવે છે. આ આરતી દ્વારા ભગવાનને શયન કરાવવામાં આવે છે.