બબીતાજીએ પહેલીવાર કર્યો ખુલાસો - કેમ તૂટી જાય છે તેમના સંબંધો?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ મુનમુન દત્તા એટલે કે આપણી બબીતાજીએ પહેલીવાર પોતાની લવ લાઈફ અને લગ્નને લઈને મૌન તોડ્યું છે.

તાજેતરમાં એક પોડકાસ્ટમાં વાત કરતા મુનમુન દત્તાએ જણાવ્યું કે શા માટે તેમના સંબંધો ટકતા નથી. તેમણે કહ્યું કે, "જ્યાં મને લાગે છે કે વસ્તુઓ યોગ્ય નથી ચાલી રહી, ત્યાં હું અલગ થવાનું પસંદ કરું છું."

મુનમુન કહે છે કે તે સંબંધમાં પોતાનું 100% આપે છે, પરંતુ જો તેને સામેથી એટલો પ્રેમ અને સન્માન ન મળે તો તે સંબંધથી દૂર થાય છે.  

બ્રેકઅપ વિશે વાત કરતા તેણે કહ્યું કે તે ક્યારેય ઉતાવળમાં નિર્ણય નથી લેતી. જો સંબંધ ત્રણ વર્ષ જૂનો હોય, તો તે તેને સુધારવા માટે પૂરતો સમય આપે છે, પણ જો તેમ છતાં મેળ ન પડે તો જ તે અલગ થાય છે.

મુનમુન દત્તાએ બ્રેકઅપના અન્ય કારણો પણ જણાવ્યા. જેમ કે, જો તે પોતે લાઈફમાં આગળ વધી રહી હોય પણ તેનો પાર્ટનર ત્યાં જ અટકેલો હોય અથવા સંબંધ કંટાળાજનક બની ગયો હોય.

તે માને છે કે જો સામેવાળી વ્યક્તિને પણ તેના તરફથી યોગ્ય પ્રેમ ન મળતો હોય, તો અલગ થઈ જવું બંને માટે સારું છે.

મુનમુન દત્તાએ સ્વીકાર્યું કે ઘણા મોકા આપ્યા પછી પણ જ્યારે સંબંધ તૂટે છે ત્યારે સામેવાળાને પણ દુઃખ થાય છે અને તેને પોતાને પણ તકલીફ થાય છે, પરંતુ જીવનમાં આગળ વધવા માટે આ નિર્ણય લેવો જરૂરી બની જાય છે.