બોલિવુડ એકટર પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

કૃતિ ખરબંદાએ શેર કરી તસવીરો

કૃતિ ખરબંદાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લગ્નની તસવીરો શેર કરી છે, જેમાં તે પતિ પુલકિત સમ્રાટ સાથે જોવા મળી રહી છે.

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

ગુલાબી રંગના લાહેંગ અને ટ્રેડિશનલ જવેલરીથી સજેલી કૃતિ ખરબંદા કોઈ પરીથી ઓછી દેખાઈ રહી નથી.

જ્યારે પુલકિત સમ્રાટ લીલા રંગની શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ  લાગી રહ્યો છે.

પરંતુ આ બધામાં સૌથી અનોખી વાત એ છે કે પુલકિત સમ્રાટની શેરવાની પર ગાયત્રી મંત્ર લખાયેલો છે.