બોલિવૂડની 'ગંગા' મંદાકિની: એક સમયે જેના નામથી કાંપતી હતી ટોપની હિરોઈનો

માત્ર 22 વર્ષની ઉંમરે બોલિવૂડ પર રાજ કરનાર મંદાકિનીની એન્ટ્રીથી શ્રીદેવી અને જયા પ્રદા જેવી દિગ્ગજ હિરોઈનોનું કરિયર પણ ખતરામાં મુકાઈ ગયું હતું!

1985માં રાજ કપૂરની ફિલ્મ 'રામ તેરી ગંગા મેલી' આવી અને તેમાં સફેદ સાડીમાં મંદાકિનીનો જાદુ એવો ચાલ્યો કે તે રાતોરાત દેશની નંબર 1 હિરોઈન બની ગઈ.

મંદાકિનીની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે તે સમયની ટોપ હિરોઈનોને ડર લાગવા માંડ્યો હતો કે ક્યાંક તેમનું સ્ટારડમ છીનવાઈ ન જાય. 

નિર્માતાઓ મંદાકિનીને સાઈન કરવા લાઈન લગાવતા હતા.જોકે, નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. 

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેની તેની તસવીરો સામે આવતા જ તેનું કરિયર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું.

વિવાદો વધતા કામ મળતું બંધ થયું અને માત્ર 1996 સુધીમાં તો તે ગાયબ થઈ ગઈ.

ગ્લેમરની દુનિયા છોડીને આજે મંદાકિની મુંબઈમાં એક સામાન્ય જીવન જીવે છે અને લોકોને યોગ તેમજ તિબેટીયન મેડિસિન શીખવે છે.

એક ભૂલ અને એક ફોટોએ બોલિવૂડના ઉગતા સિતારાને હંમેશ માટે અસ્ત કરી દીધો.