આ વખતે બુદ્ધ પૂર્ણિમા 23 મે, ગુરુવારે ઉજવવામાં આવશે. તેને વૈશાખ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

હિંદુ કેલેન્ડર મુજબ, બુદ્ધ પૂર્ણિમા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હોવાથી તેને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ ઉપરાંત, પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ હોય છે.

આ વખતે પૂર્ણિમા તિથિ 22મી મેના રોજ સાંજે 6:47 વાગ્યે શરુ થશે અને 23મી મેના રોજ સાંજે 7:22 વાગ્યે સમાપ્ત થશે.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે પૂજાનો સમય સાવરે 10:35થી બપોરે 12:18 સુધીનો રહેશે.

આ વખતે બુદ્ધ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ, શુક્ર-સૂર્ય સાથે શુક્રદિત્ય યોગ, રાજભંગ યોગ બની રહ્યો છે. આ ઉપરાંત ગુરુ અને શુક્રના સંયોગથી ગજલક્ષ્મી રાજયોગ પણ બની રહ્યો છે.

સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘય ચઢાવો અને વહેતા જળમાં તલ નાખો. પીપળના ઝાડને પણ જળ અર્પણ કરવું જોઈએ. આ સિવાય આ દિવસે દાન કાર્ય પણ કરવું જોઈએ.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે 11 કોડી પર હળદર લગાવો અને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને બીજા દિવસે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.