હિંદુ કેલેન્ડર મુજબ, બુદ્ધ પૂર્ણિમા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

જ્યોતિષના મતે બુદ્ધ પૂર્ણિમાના દિવસે કેટલીક ભુલોથી આપણને સાવધાન રહેવું જોઈએ.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે મોડું ન સૂવું જોઈએ. તેના બદલે આ દિવસ વહેલા ઉઠીને શ્રી હરિ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે કાળા, બાદળી અને ઘેરા રંગના કપડાં ન પહેરવા જોઈએ.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે તુલસીનો છોડ પણ ન તોડવો જોઈએ અને આ દિવસે બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ.

પૂર્ણિમાના દિવસે માંસ, મદિરા અને તામસિક ભોજનનું સેવન પણ ન કરવું જોઈએ.

આ સિવાય પૂર્ણિમાના દિવસે કોઈની સાથે જૂઠું નહિ બોલવું કે દુર્વ્યવહાર ન કરવો જોઈએ.