તમે બધાએ જોયું જ હશે કે દરેક પ્લેનમાં કોકપિટ હોય છે.

પરંતુ અહીં શું થાય છે અને શું આપણે પણ અહીં જઈ શકીએ?

વાસ્તવમાં, કોકપિટ એ એક કેબીન છે જ્યાંથી પ્લેન ઉડાવવામાં આવે છે.

એક રીતે, તેને પાયલોટ અને કો-પાયલોટની ઓફીસ માની શકીએ છીએ.

અહીં પાયલોટને જરૂરી તમામ સૂચના અને જાણકારી મળે છે.

પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે કોમન પેસેન્જર પણ કોકપિટમાં પ્રવેશી શકે છે, પરંતુ જો પાયલોટ પરવાનગી આપે તો જ.

અને તમે પ્લેન ટેક ઓફ કરતા પહેલા અથવા લેન્ડિંગ પછી કોકપિટમાં જઇ શકો છો.

તમને જણાવી દઈએ કે મુસાફરી દરમિયાન કોઈ પણ પેસેન્જરને ચાલતા પ્લેનના કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.