સાવધાન! આ  સમયે વાળમાં તેલ નાખવું બની શકે છે નુકસાનકારક

આપણે સૌ જાણીએ છીએ કે વાળમાં તેલ નાખવું ફાયદાકારક છે, પણ શું તમે જાણો છો કે ક્યારેક તેલ નાખવું વાળ માટે દુશ્મન બની શકે છે?

જો તમારા વાળમાં ધૂળ, પરસેવો કે ગંદકી જામી હોય તો ભૂલથી પણ તેલ ન નાખવું. ગંદા માથામાં તેલ નાખવાથી રોમછિદ્રો  બંધ થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે.

ઘણા લોકો ખોડો થાય તો તેલ નાખે છે, પણ આ ખોટું છે. જો માથામાં ડેન્ડ્રફ હોય તો તેલ ન લગાવવું જોઈએ, કારણ કે તેલ મળવાથી ફંગલ ગ્રોથ વધે છે અને ખંજવાળ કે બળતરાની સમસ્યા વધી શકે છે.

વાળ ધોયા પછી તરત જ જ્યારે તે ભીના હોય ત્યારે તેલ લગાવવાનું ટાળવું જોઈએ. ભીના વાળમાં તેલ નાખવાથી ફંગસ કે ઈન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે.

નિષ્ણાતો મુજબ, નહાવાના થોડા કલાકો પહેલાં તેલ નાખવું સૌથી શ્રેષ્ઠ છે. તેનાથી સ્કેલ્પને પોષણ મળે છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે.

આમ, જો તમે મજબૂત વાળ ઇચ્છતા હો, તો ગંદા, ભીના કે ખોડાવાળા વાળમાં તેલ નાખવાનું ટાળો અને યોગ્ય સમયે જ તેલ માલિશ કરો.