ગરીબી આવતા પહેલા ઘરમાં જોવા મળે છે આ સંકેતો, અમીર પણ ગરીબ બની જાય છે.

આચાર્ય ચાણક્યને ભારતના મહાન અર્થશાસ્ત્રી અને રાજદ્વારી માનવામાં આવે છે. તેમણે તેમના નીતિશાસ્ત્રમાં જીવનની તમામ સમસ્યાઓ અને તેના ઉકેલોનો ઉલ્લેખ કર્યો છે.

ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે કોઈ પણ વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ થતા પહેલા તેના ઘરમાં કેટલાક ખાસ સંકેતો દેખાવ લાગે છે, જેને નજરઅંદાજ ન કરવી કોઈએ.

1. જો ઘરના આંગણામાં રહેલો લીલો તુલસીનો છોડ અચાનક સુકવા લાગે તો તે ગરીબીનો સંકેત છે. તુલસી સુકાઈ જાય તો તમારે તરત જ સાવધાન થઈ જવું જોઈએ.

2. જો ઘરમાં રોજ કોઈને કોઈ મુદ્દા ઝગડા થવા લાગે છે તો આ પણ બરબાદીનો સંકેત છે. તેનાથી ઘરના લોકોની પ્રગતિ પર ખરાબ અસર પડે છે.

3. જો ઘરમાં વડીલો અને મહિલાઓનો અનાદર થાય છે, ત્યાં ગરીબી આવતાં સમય નથી લાગતો. એટલા માટે તમારા ઘરમાં ક્યારેય પણ આવું વાતાવરણ ઉભું ન થવા દો.

4. જે ઘરમાં લોકો ભગવાનની ભક્તિ કે પૂજામાં ધ્યાન નથી આપતા, ત્યાં આર્થિક સંકટ પણ ઘેરી લે છે.

ઉપાય

દરિદ્રતાથી બચવા માટે સવાર-સાંજ દેવી લક્ષ્મીની પૂજા કરો. સવારે તુલસીને જળ ચઢાવો અને સાંજે તેની પાસે દીવો કરો.