વિદેશી સુંદરીઓનો ભારતીય સાડીમાં 'મિસ વર્લ્ડ 2024' માં અદ્ભુત પ્રદર્શન, લોકો દિલ હારી બેઠા...

વર્ષ 2024માં મુંબઈમાં જિયો વલ્ડ કન્વેન્શન સેન્ટરમાં 'મિસ વર્લ્ડ' સોંદર્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પેજન્ટ માટે ભારત આવેલી વિદેશી મોડલ્સ સોશિયલ મીડિયા પર છવાયેલી હતી. જો કે સૌનું ધ્યાન ખેચ્યું હોય તો, તે ક્રિસ્ટીના રાઈટ હતી, જે 'મિસ ઓસ્ટ્રેલિયા' હતી.

ક્રિસ્ટીના રાઈટે 'મિસ વર્લ્ડ’ સ્પર્ધામાં બધાને ચોંકાવી દીધા, જ્યારે તેને વિદેશી પોશાક છોડીને સાડી પહેરીને રેમ્પ વોક કર્યું.

ક્રિસ્ટીના રાઈટ પ્રખ્યાત ડિઝાઇનર અર્ચના કોચર દ્વારા ડિઝાઇન કરેલી આછા વાદળી રંગની સાડી પહેરીને રેમ્પ વોક કર્યું હતું.

વિદેશી સુંદરતાનો દેશી અવતાર જોઈને ભારતીય ચાહકો તેની સાદગી અને સુંદરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

ક્રિસ્ટીનાની લાઈટ બ્લુ સાડી પર સિલ્વર કલરનું વર્ક કરવામાં આવ્યું હતું.

સાડીની બોર્ડર પર કરવામાં આવેલું મિરર વર્ક તેને વધુ સુંદર બનાવતું હતું.

મિસ ઓસ્ટ્રેલિયાએ તેની ભારતીય સાડીને ડીપ વી-નેક મિરર વર્ક બ્લાઉઝ સાથે પહેરી હતી, જે તેને સ્ટાઇલિશ લુક આપતી હતી.

ક્રિસ્ટીનાએ તેના લુકને પૂર્ણ કરવા માટે સાડીની સાથે ડાયમંડ ચોકર અને મેચિંગ ઇયરિંગ્સ પહેરેલા હતા. આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ક્રિસ્ટીના ભલે 'મિસ વર્લ્ડ'નો ખિતાબ જીતી ન શકી હોય, પરંતુ તે 'મિસ વર્લ્ડ ઓશેનિયા' બની.

આ સાથે ક્રિસ્ટીના ભારતીયોના દિલમાં જગ્યા બનાવવામાં પણ સફળ રહી છે.