ચહેરા પર નારિયેળ તેલ ક્યારેય ન લગાવું જોઈએ

નારિયેળ તેલ ત્વચાને ભેજ પ્રદાન કરે છે. તેને નરમ પાડે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે 

નારિયેળ તેલ ચહેરાની ત્વચા માટે ફાયદાકારક છે પરંતુ તે નુકસાન પણ કરી શકે છે. નારિયેળ તેલ ક્યારે ન લગાવું જોઈએ.

કેટલીક ત્વચા પર નારિયેળ તેલ લગાવવું ફાયદાકારક છે. તો પણ લગાવ્યા પહેલા નિષ્ણાતની સલાહ લો. 

જો તમારી ત્વચા પર ખીલ છે, તો નારિયેળ તેલ લગાવાનું ટાળો. નારિયેળ તેલ છિદ્રોને બંધ કરી દે છે. તેનાથી વધુ ખીલ થઈ શકે છે.

ખરજવું એ ત્વચાનો એક પ્રકારનો રોગ છે જેમાં ત્વચા પર ખંજવાળ, બળતરા અને સોજો આવે છે. આમાં પણ નારિયેળ તેલ ન લગાવો.

જો તમારી ત્વચા પહેલેથી જ તૈલી છે, તો નારિયેળ તેલ લગાવાનું ટાળો. નારિયેળ તેલ વધુ સીબુમ પેદા કરી શકે છે.

જો તમારી ત્વચા સંવેદનશીલ છે અથવા તમને કોઈપણ પ્રકારની એલર્જી છે, તો તમારે નીરિયેળ તેલ લગાવાનું ટાળવું જોઈએ.