જો તમે ધુમ્રપાન છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો કેટલીક ખાદ્ય વસ્તુઓ છે જે તમને તમારા આ હેબીટને કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.......

બદામ અને બીજા પ્રોટીન, હેલ્ધી ફેટ અને ફાઈબરનો સારો સ્ત્રોત હોય છે, જે સિગરેટ પીવાની તમારી ઇચ્છાને ઘટાડે છે.

પાણી તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવાની સાથે ધુમ્રપાનની ખરાબ હેબીટને ઘટાડવામાં મદદ કરે છે. તો જ્યારે તમે ધુમ્રપાન છોડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે પુષ્કળ પાણી પીવો.

ફળો અને શાકભાજીમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ હોય છે જે તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં અને સિગારેટની હાનિકારક હેબીટને ઘટાડવામાં મદદ કરે છે.

ગ્રીન ટીમાં હાજર કેટેચીન નામનું કમ્પાઉન્ડ ધુમ્રપાનથી થતા નુકસાન સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

દહીંમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે, જે સિગારેટ પીવાની તમારી ઈચ્છાને ઘટાડે છે.