મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં અમૂલ્ય યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળશે.

70મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં પીઢ અભિનેતાને સન્માનિત કરાશે. 

મિથુન ચક્રવર્તીને પ્રથમ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

તેમને કારકિર્દીની શરૂઆત વર્ષ 1976માં મૃણાલ સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ મૃગયાથી કરી હતી.

દો અંજાને અને ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન જેવી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી હતી.

જોકે, ડિસ્કો ડાન્સર ફિલ્મથી અભિનેતા દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા 

વર્ષ 2022માં ધ કાશ્મીર ફાઇલ્સમાં જોવા મળ્યા હતા, જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 

મિથુન ચક્રવર્તીની ફિલ્મો

ડિસ્કો ડાન્સર, ફૂલ ઔર અંગારે, જાલ, શપથ, શેરા, ગુંડા, પ્રેમ પ્રતિજ્ઞા, ઓએમજી, શિકારી, લોહા, કાલિયા