બજારમાંથી લાવેલા ફળ જલ્દી બગડી જાય છે? તો સ્ટોર કરવાની આ રીત અપનાવો, લાંબો સમય રહેશે ફ્રેશ

મોંઘા ભાવના ફળો લાવીએ અને બીજા દિવસે બગડી જાય તો ગુસ્સો આવે ને? પણ જો તમે તેને યોગ્ય રીતે સ્ટોર કરો, તો તે અઠવાડિયા સુધી તાજા રહી શકે છે.

ઘણીવાર આપણે બજારમાંથી ફળ લાવીને સીધા ધોઈ નાખીએ છીએ. આ ભૂલ ક્યારેય ન કરવી. ફળોને ખાવાના હોય ત્યારે જ ધોવા જોઈએ. પહેલા ધોવાથી તેમાં ભેજ રહી જાય છે અને તે જલ્દી સડી જાય છે.

કેળા, સફરજન અને ટામેટા 'ઈથીલીન' ગેસ છોડે છે, જે આસપાસના અન્ય ફળોને જલ્દી પકવી દે છે અને બગાડે છે. તેથી આ ફળોને હંમેશા બીજા ફળોથી દૂર રાખવા જોઈએ.

સ્ટ્રોબેરી કે દ્રાક્ષ જેવા ફળોને કાગળના નેપકિનમાં વીંટાળીને એર-ટાઈટ ડબ્બામાં ફ્રીજમાં મુકવા જોઈએ, જેથી તે લાંબો સમય ફ્રેશ રહે.

ફળોને ક્યારેય ભીની પ્લાસ્ટિકની થેલીમાં બંધ કરીને ન રાખવા. તેમને શ્વાસ લેવા માટે હવાની જરૂર હોય છે. મલમલના કપડાંમાં અથવા જાળીવાળી બેગમાં રાખવા શ્રેષ્ઠ છે.

લીંબુ, સંતરા કે મોસંબી જેવા ખાટા ફળોને ફ્રીજની જગ્યાએ બહાર ખુલ્લી અને ઠંડી જગ્યાએ રાખવાથી તે વધુ સમય સારા રહે છે.

નાની-નાની બાબતોનું ધ્યાન રાખશો તો પૈસા પણ બચશે અને સ્વાસ્થ્ય પણ સચવાશે.