દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જ્યારે તેઓ ઘરેથી નીકળે ત્યારે આખો દિવસ ખુશ રહે છે અને તેમને દરેક કાર્યમાં સફળતા મળે છે.

જ્યોતિષ પ્રમાણે, ઘરની બહાર નીકળતી વખતે તમને આ 6 કામ કરવી જોઈએ, જેનાથી  આખો દિવસ સારો રહેશે.

જો તમે કોઈ ઈમ્પોર્ટન્ટ કામ માટે બહાર જઈ રહ્યા હોવ તો પહેલા તમારે જમણો પગ ઘરની બહાર રાખો, આમ કરવાથી તમને દરેક કામમાં સફળતા મળશે.

રાહુ સમયગાળામાં ઘરની બહાર ન નીકળવાનો પ્રયાસ કરો. ઇનશોર્ટ, શુભ સમયે જ ઘરની બહાર નીકળો.

જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે ઘરથી બહાર નીકળો છો ત્યારે બહાર નીકળતા પહેલા માત્ર દહીં અને ખાંડ ખાઓ, તે ખૂબ જ શુભ હોય છે.

જો તમે ઘરની બહાર નીકળો છો તો તમારા ઘરના વડીલોને વંદન કરો અને તેમના આશીર્વાદ લો, આમ કરવાથી ભગવાન પણ તમારો સાથ આપે છે.

જો તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો, તો તમારા પ્રમુખ દેવતા અને ભગવાનનું ધ્યાન અવશ્ય કરો, તેનાથી તમારા આશીર્વાદ મળશે અને તમને તમારા કાર્યમાં ચોક્કસ સફળતા મળશે.

આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે ઘરની બહાર નીકળતી વખતે કોઈ ખોટા શબ્દનો ઉપયોગ ન કરો અને સાથે કોઈની સાથે ઝઘડા પણ ન કરો.