રોજ ચહેરા પર મુલતાની માટી લગાવવી દરેક માટે ફાયદાકારક નથી. આ લોકો માટે મુસીબત બની શકે છે
ગ્લોઈંગ સ્કીન માટે મુલતાની માટી સદીઓથી વપરાય છે, પણ શું તમે જાણો છો કે દરેક સ્કીન ટાઈપ માટે તે સારી નથી? તો ચાલો જાણીએ ક્યા લોકોને ભૂલથી પણ ન લગાવવી જોઈ મુલતાની માટી.
ડ્રાય સ્કીન: જેમની ત્વચા સૂકી હોય, તેમણે મુલતાની માટીથી દૂર રહેવું જોઈએ. તે ચહેરાનું નેચરલ ઓઈલ શોષી લે છે, જેનાથી સ્કીન વધુ ડ્રાય થઇ જાય અને ખેંચાય છે.
સેન્સિટિવ સ્કીન: જો તમારી ત્વચા નાજુક હોય, તો મુલતાની માટી લગાવવાથી ચહેરા પર લાલાશ (Redness), ખંજવાળ કે દાણા થઈ શકે છે.
શરદી-ઉધરસ: મુલતાની માટીની તાસીર ખૂબ 'ઠંડી' હોય છે. જો તમને શરદી, કફ કે સાઈનસની તકલીફ હોય, તો ભીની માટી ચહેરા પર લગાવવાથી તમારી બીમારી વધી શકે છે.
કરચલીઓ: રોજ મુલતાની માટી લગાવવાથી સ્કીન ડ્રાય થઈ જાય છે, જેના કારણે ચહેરા પર વહેલી કરચલીઓ પડવાની શક્યતા વધી જાય છે.
જો ડ્રાય સ્કીન હોય અને લગાવવી જ હોય, તો તેમાં ગુલાબજળને બદલે કાચું દૂધ, મધ અથવા બદામનું તેલ મિક્સ કરીને જ લગાવવી.