શું તમારી તુલસી પણ વારંવાર સુકાઈ જાય છે? અપનાવો આ 5 ટિપ્સ, છોડ રહેશે હંમેશા લીલોછમ!
તુલસીના છોડને પૂરતો તડકો ખૂબ જ જરૂરી છે. કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં રોજ ઓછામાં ઓછો 6 થી 8 કલાકનો સીધો સૂર્યપ્રકાશ મળતો હોય.
મોટાભાગે તુલસી વધારે પડતા પાણીથી જ મૂળમાંથી સડી જાય છે. કુંડાની ઉપરની માટી સુકાયેલી લાગે, ત્યારે જ તેમાં પાણી રેડવું. કુંડામાં પાણી ભરાઈ ન રહેવું જોઈએ.
જ્યારે તુલસી પર ફૂલ કે બીજ આવવા લાગે, ત્યારે તેને ઉપરથી કાપી નાખો. મંજરી ન કાપવાથી છોડ પોતાની બધી ઉર્જા બીજ બનાવવામાં વાપરે છે, જેનાથી છોડનો વિકાસ અટકી જાય છે.
તુલસીને કોઈ મોંઘા કેમિકલવાળા ખાતરની જરૂર નથી. મહિનામાં માત્ર એકવાર થોડું દેશી છાણિયું ખાતર અથવા અળસિયાનું ખાતર માટીમાં હળવા હાથે મિક્સ કરી દો.
જો તુલસીના પાંદડા પર કાળા ડાઘ પડે, પાન ખાધેલા લાગે કે જીવાત જોવા મળે, તો 1 લીટર પાણીમાં થોડાં ટીપાં લીમડાનું તેલ નાખીને તેનો સ્પ્રે કરવો.
આ નાની બાબતોનું નિયમિત ધ્યાન રાખશો તો તમારા આંગણાની તુલસી બારેમાસ હરિયાળી રહેશે!