શિયાળામાં ચહેરો ફાટી જાય છે? તો અપનાવો આ 5 ઘરેલુ ઉપાય, ત્વચા ચમકશે

શિયાળામાં ઠંડા પવનોને કારણે શું તમારી ત્વચા પણ ડ્રાય થઈ ગઈ છે? તો મોંઘી ક્રીમ છોડો અને આ વસ્તુઓ વાપરો.

કાચા દૂધમાં થોડું મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. દૂધ ત્વચાને સાફ કરે છે અને મધ કુદરતી મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે, જેનાથી ડ્રાયનેસ દૂર થાય છે.

વર્ષો જૂનો અને અકસીર ઈલાજ એટલે દૂધની મલાઈ. રાત્રે સૂતા પહેલા ચહેરા પર મલાઈથી મસાજ કરવાથી ફાટેલી ત્વચા મુલાયમ બને છે.

જો તમારી સ્કિન બહુ જ ડ્રાય હોય, તો નાળિયેર તેલ સૌથી બેસ્ટ છે. તે ત્વચામાં ઊંડે સુધી ઉતરીને તેને પોષણ આપે છે.

એલોવેરા જેલ ત્વચાને હાઈડ્રેટ રાખે છે. તે લગાવવાથી ચહેરા પરની ડ્રાયનેસ  દૂર થાય છે અને ગ્લો આવે છે.

રાત્રે ગ્લિસરીનમાં ગુલાબજળ અને લીંબુના થોડા ટીપાં મિક્સ કરીને લગાવવાથી સવારે ચહેરો એકદમ સોફ્ટ થઈ જશે. 

આ શિયાળામાં કેમિકલ વાળી પ્રોડક્ટ્સને બદલે આ નેચરલ ઉપાયો અજમાવો અને નિખારેલી ત્વચા મેળવો.