જૂની અને હઠીલી કબજિયાત મટાડવા માટે રોજ પીવો આ 4 જ્યુસ
જો તમને પેટ સાફ ન આવતું હોય અને જૂની કબજિયાત રહેતી હોય તો આ 4 જ્યુસ ખૂબ ઉપયોગી છે.
રોજ સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને પીવાથી પાચનતંત્ર એકદમ મજબૂત બને છે.
સફરજનનું જ્યુસ પણ કબજિયાત મટાડવા માટે શ્રેષ્ઠ છે કારણ કે તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.
સફરજનમાં રહેલું સોર્બિટોલ નામનું તત્વ આંતરડામાં જમા થયેલો કચરો અને મળ સરળતાથી બહાર કાઢે છે.
નારંગી કે મોસંબીનું તાજું જ્યુસ પીવાથી પણ પેટ સવારે એકદમ સાફ આવે છે અને ગેસ દૂર થાય છે.
નારંગીમાં રહેલું વિટામિન-સી અને ફાઈબર પાચનક્રિયાને ઝડપી બનાવીને કબજિયાતની સમસ્યા મટાડે છે.
આ ઉપરાંત પ્રુન (સૂકા આલૂચા) નું જ્યુસ જૂની અને હઠીલી કબજિયાત દૂર કરવા માટેનો રામબાણ ઈલાજ છે.
રોજ સવારે આમાંથી કોઈ પણ એક જ્યુસ પીવાની આદત પાડશો તો પેટની તમામ બીમારીઓ દૂર થશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.