ઉનાળામાં હિટવેવને કારણે સમસ્યાઓ વધી જાય છે. આ ઋતુમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થવી બહુ સામાન્ય વાત છે.

આવી સ્થિતિમાં, પોતાને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ઉનાળામાં પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે, તમે દરરોજ 'જવના' પાણીનું સેવન કરી શકો છો.

તેનું સેવન કરવાથી તમને ગરમીથી તો રાહત મળશે જ, સાથે આ પીણું યુરિનરી ઇન્ફેક્શન સામે પણ લાડવામાં મદદ કરશે.

જો તમને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો પણ 'જવનું' પાણી પીવું તમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે.

આ સિવાય 'જવનું' પાણી પીવાથી તમારું પાચનતંત્ર સુધરશે. સારી પાચન પ્રણાલી અને ચયાપચયને કારણે તમારું વજન પણ કન્ટ્રોલમાં રહશે.

સૌ પ્રથમ થોડા 'જવને' ધોઈ લો. પછી તેને એક ગ્લાસ પાણીમાં 6 થી 8 કલાક પલાળીને રાખો.

6-8 કલાક પછી, જવના પાણીને ધીમી આંચ પર લગભગ 10 મિનિટ સુધી ઉકાળો, આમ કરવાથી 'જવમાં' રહેલા પોષક તત્વો પાણીમાં ભળી જશે.

હવે 'જવના' પાણીને ઠડું થવા દો. આ સિવાય વધુ સ્વાદ માટે લીંબુનો રસ અને મીઠું ઉમેરીને તેનું સેવન કરો.