ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક સ્વાસ્થ સમસ્યાઓ લઈને આવે છે. આવી સ્થિતિમાં, હિટ વેવ અથવા હિટસ્ટ્રોકનું જોખમ બહુ સામાન્ય હોય છે. તો ચાલો જાણીએ તેનાથી બચવા માટે શું ખાવું જોઈએ....

દહીં

દહીંમાં ભરપૂર માત્રામાં પ્રોબાયોટિક્સ હોય છે જે શરીરને રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તમને હિટ વેવથી પણ બચાવે છે.

નારિયેળ પાણી

કુદરતી ઇલેટ્રોલાઇટ્સથી ભરપૂર નારિયેળ પાણી પણ આ યાદીમાં સામેલ છે. જે ડિહાઇડ્રેશન અને હિટ વેવને રોકવામાં મદદ કરે છે.

છાશ

ઉનાળામાં છાશનું સેવન કરવું જ જોઈએ, તે હિટ વેવથી રક્ષણની સાથે પાચનક્રિયા પણ સુધારવામાં મદદ કરે છે.

ફુદીના

આ યાદીમાં મિન્ટ પણ સામેલ છે. ઉનાળામાં ફુદીનો તમારા શરીરને ઠંડુ રાખે છે અને હિટ વેવથી બચાવે છે.

લીલા શાકભાજી

પાલક જેવા પાંદડાવાળા લીલા શાકભાજી જરૂરી પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે આરોગ્યપ્રદ હોવાની સાથે-સાથે ગરમી સંબંધિત રોગોને રોકવામાં પણ  મદદ કરે છે.

કાકડી

કાકડીમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે અને તે ઇલેક્ટ્રોલાઇટ્સનો સારો સ્ત્રોત હોય છે. તે ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપે છે.

પાણીથી સમૃદ્ધ ફળો

તરબૂચ અને નારંગી જેવા ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટેડ અને ઠંડુ રાખવામાં મદદ કરે છે.