શિયાળામાં બીમારીથી બચવા આ વસ્તુ ખાવો 

જોતમે શિયાળામાં હળદર ખાશો તો તમને દવાની જરૂર નહિ પડે. અને તમે શિયાળામાં પણ બીમાર નહિ પડો.  

હળદર એન્ટીઑકિસડન્ટસથી ભરપૂર છે જે શિયાળામાં શરદી, ખાંસી અને તાવ સામે રક્ષણ આપે છે, સાથે જ વૃદ્ધત્વ અને વિવિધ રોગો અટકવામાં પણ ફાળો આપી શકે છે. 

શિયાળામાં બંધ નાક અને ખાંસી –ઉધરસ માટે પણ હળદર ખૂબ ફાયદા કારક ગણાય છે. અને ગરમ દૂધમાં હળદર નાખી પીવાથી પણ ગળામાં રાહત મળે છે. 

શિયાળામાં સામાન્ય રીતે શરીરના સાંધા દુખવા લાગે છે ત્યારે હળદરના કારણે ખૂબ દુખાવામાં ખૂબ રાહત મળી શકે છે. 

શિયાળામાં સ્કીન ખૂબ શુષ્ક થઈ જતી હોય છે ત્યારે હળદર તેમ પણ ફાયદો કરે છે,અને સ્કિનની સમસ્યાને ઘટાડે છે. 

શિયાળામાં ખોરાક જલ્દી પાચન નથી થતો જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા થાય છે તો હળદર ખોરાક પચવામાં મદદ કરે છે. 

હળદર શરીરીને ડિટોક્સ કરવાનું કામ કરે છે જેથી કિડની અને લિવર સારી રીતે કામ કરી શકે . 

આ ઋતુમાં હળદર સાથે આદું અને મધ ભેળવી ગરમ પાણી ઉમેરી આ મિશ્રણ પીવાથી પણ શરીરને ઘણા ફાયદા થાય છે. આ મિશ્રણને હર્બલ ટી પણ કહેવામાં આવે છે. 

હળદરને ગુલાબજળ કે મધ અથવા દહી કે આલોવેર જેલ સાથે સ્કીન પર લાગવાથી પણ ઘણા સ્કીન ખૂબ સારી થાય છે. 

Desclaimer : વધુ માહીતી માટે હમેશ નિષ્ણાંતની સલાહ લેવી. મંતવ્ય ન્યૂઝ આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.