ક્રિકેટ પીચ પર પોતાની વિસ્ફોટક બેટિંગથી લોકોને રોમાંચિત કર્યા બાદ હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ તાજેતરમાં Formula 1 રેસ ટ્રેક પર જોવા મળ્યો હતો.

વાસ્તવમાં, યુવરાજ સિંહ હાલમાં જ મિયામી ગ્રાન્ડ પ્રિક્સ જોવા ગયો હતો. અહીં તેણે Fromula 1 ચેમ્પિયન મિકા હક્કિનેન સાથે રેસ ટ્રેક પર કારમાં મુસાફરી કરી હતી.

બન્ને દિગ્ગજોએ મિટિંગ દરમિયાન McLaren 750S માં અદ્ભૂત સવારી પણ કરી હતી, જેનો વીડિયો F1 ની સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલો પર શેર કરવામાં આવ્યો હતો.

આ ફુટેજમાં જોઈ શકાય છે કે યુવરાજ સિંહ McLaren 750S ની કો-ડ્રાઇવિંગ સીટ પર બેઠો છે અને મિકા હક્કિનેન હાઈ સ્પીડથી કાર ચલાવી રહ્યો છે.

આ દરમિયાન મિકા યુવરાજને પૂછે છે, "તે કેવું અનુભવી રહ્યો છે?" જેના જવાબમાં યુવરાજ કહે છે કે મને લાગે છે કે મારી કોફી બહાર આવી જશે.

આ ડ્રાઇવ દરમિયાન યુવરાજને આ કાર ખૂબ જ ગમી હતી અને તે કહે છે, "હું હવે આ કાર ખરીદવા માંગુ છું." યુવરાજ પાસે પહેલાથી જ તેના કાર કલેક્શનમાં લેમ્બોર્ગીની મર્સીલાગો, બેન્ટલી કોન્ટિનેંટલ જીટી જેવી કાર છે.

મિકા હક્કિનેન, "ધ ફ્લાઈંગ ફિન" તરીકે ઓળખાય છે, તે ભૂતપૂર્વ F1 રેસર છે. તેણે મેકલેરેન માટે ડ્રાઇવિંગ કરતી વખતે 1998 અને 1999માં ફોર્મ્યુલા વન વર્લ્ડ ડ્રાઇવર્સ ચેમ્પિયનશિપ જીતી હતી.

McLaren 750S વિશે જો વાત કરીએ તો CarWale અનુસાર તેની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે. તેમાં 4 લીટર એન્જીન છે, જે 740 bhpનો પાવર અને 800 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

આ કારની ટોપ સ્પીડ 332 કિમી/કલાક છે અને આ કાર માત્ર 2.8 સેકેન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.