ભારતીય પરંપરા અનુસાર હિંદુ ધર્મની દરેક જાતિના ગોત્ર હોય છે.
પ્રાચીન સમયમાં, ઋષિઓએ આશ્રમની સ્થાપના કરી હતી, અને આશ્રમના સભ્યો ઋષિ તરીકે ઓળખાતા હતા.
ગોત્રનું નામકરણ પ્રારંભમાં કોઈને કોઈ ઋષિના નામ પર થયું. કેટલાક ગોત્રના નામ કુળદેવીના નામ પરથી પણ પ્રચલિત થયા.
સામાન્ય રીતે ગોત્રનો અર્થ કૂળ અથવા વંશ પરંપરા સાથે જોડાયેલો છે.
ઋષિના નામને જ ગોત્ર નામ આપવામાં આવ્યું હતું, શરૂઆતમાં ફક્ત ચાર ગોત્ર હતા.
પાછળથી ગોત્રોની સંખ્યા વધીને આઠ થઈ ગઈ અને હાલમાં 115 ગોત્ર છે.
આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, એક જ ગોત્રના પુરુષો અને સ્ત્રીઓને ભાઈ અને બહેન માનવામાં આવે છે, તેઓ લગ્ન કરી શકતા નથી.
વિજ્ઞાન કહે છે કે એક જ કુળમાં લગ્ન કરવાથી બાળકોમાં આનુવંશિક વિકૃતિઓની શક્યતા વધી જાય છે.
અલગ અલગ કુળમાં લગ્ન કરવાથી આનુવંશિક વિવિધતા વધે છે અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે છે.
જે વ્યક્તિ પોતાનું ગોત્ર જાણતો નથી તેને અગસ્ત્ય ગોત્રનો માનવામાં આવે છે.