ગૂગલ મેપ ફક્ત સ્થાન શોધવામાં જ મદદ નથી કરતું. પરંતુ અનેક લોકોને ટ્રાફિક ચલણની ચૂકવણીમાંથી રાહત આપે છે.

યુઝર્સ ગૂગલ મેપ પર સરળતાથી જોઈ શકશે કે ક્યાં ટ્રાફિક ચલણ જારી કરવામાં આવી રહ્યા છે. જાણો તેનું આ ખાસ ફિચર.

સોશિયલ મીડિયામાં એક વીડિયોમાં સામે આવ્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કેટલી સરળતાથી લોકો ટ્રાફિક ચલણથી પોતાનો બચાવ કરી રહ્યા છે.

Google નકશામાં કોન્ટ્રીબ્યુશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. કોઈપણ યુઝર્સ આ માહિતી સબમિટ કરી સરળતાથી કેટલાક પોઈન્ટ જીતી શકે છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે  જો કોઈ યૂઝર ટ્રાફિક પોલીસ વાન  સબમિટ કરશે તો અન્ય યુઝર્સને  ગૂગલ મેપ પર દેખાશે.  અહીં તેઓ વધુ વિગતો આપી શકે છે.

આવી સ્થિતિમાં લોકો ટ્રાફિક પોલીસ  અથવા ચલણ વગેરેથી પોતાને  બચાવી શકે છે. જો કે, આપણે  હંમેશા  ટ્રાફિક નિયમોનું  પાલન કરવું જોઈએ.

ટ્રાફિક જામ, રોડ ડાયવર્ઝન અને વાહનની ઝડપ વિશેની માહિતી  ગૂગલ મેપ પર ઉપલબ્ધ છે. આ એપ દુનિયાભરમાં લોકપ્રિય છે.

ગૂગલ મેપમાં ફ્યુઅલ સેવિંગની સુવિધા પણ છે. આ માટે યુઝર્સે પોતાની કારની વિગતો સબમિટ કરવી પડશે,જેમાં કાર, ઈંધણ વગેરેની માહિતી હશે. તે પછી નકશા તમને સૌથી વધુ ઇંધણ બચાવવાનો માર્ગ બતાવશે.